સુરત જિલ્લનાં માંડવી તાલુકાનાં લીમધા ગામની સીમમાં માલ્ધાથી ઉમરપાડા રોડ પર પુરઝડપે જતી કારે ટક્કર મારતા બાઈક ચાલકનું ગંભીર ઈજાથી મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ કાર રોડ કિનારે સીધી ખેતરમાં ઉતરી જતા કાર ચાલકને પણ ઈજા થઈ હતી.
મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાનાં કાકડકુઈ ગામે રહેતા કરમસિંહ રામભાઈ વસાવા (ઉ.વ.૫૦) માળીનું કામ કરતા હતા. જોકે તેઓ શનિવારે પોતાની બાઈક નંબર જીજે/૧૬/સીએમ/૮૩૨૯ પર બારડોલી ફુલછોડ લઈને પરત ઘરે જઈ રહ્યા હતા. ત્યારે સાંજે આઠેક વાગ્યાની આસપાસ માલધાથી ઉમરપાડા જતા માર્ગ પર લીમધા ગામની સીમમાં પુરઝડપે આવી રહેલ એક કાર નંબર જીજે/૧૯/એચકે/૦૩૩૩નાં ચાલકે તેમની બાઈકને ટક્કર મારી હતી. જોકે કાર અકસ્માત સર્જી રોડની સાઈડે ખેતરમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક કરમસિંહને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે માંડવીનાં સરકારી દવાખાનામાં લઈ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે કાર ચાલક રોહિતભાઈ બાબુભાઈ બોભરાને ઈજા થતાં તેમને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245