સોનગઢનાં માળ ગામે ઘંટી ફળિયામાં રહેત સતિષ ચામરીયાભાઈ ગામીત (ઉ.વ.૨૪) ગત તારીખ ૧૬/૧૧/૨૦૨૪નાં રોજ સાંજનાં સમયે નજીકમાં આવેલા મલંગદેવ ગામે પોતાનું કબ્જાનું ટ્રેક્ટર જીજે/૨૬/એબી/૬૪૫૧ને લઈ છગનભાઈ મોતીરામભાઈ ગામીતનાં ખેતરે ખેડાણ કરવા માટે ગયો હતો. તે ખેતર ખેડવાનું કામ પતાવી પરત ઘરે ફરતો હતો.
તે દરમિયાન ખેતરની પાળ પર ટ્રેક્ટર ચઢાવતો હતો ત્યારે સાંજના ૭ વાગ્યાનાં અરસામાં ટ્રેકટર પલટી ગયું હતું. જોકે સતિષ ટ્રેક્ટર નીચે દબાઈ ગયો હતો. બનાવની જાણ થતા આસપાસમાંથી દોડી આવેલા લોકોએ જેસીબીથી ટ્રેક્ટર હટાવતા ચાલક સતીષ મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટના અંગે પોલીસે બનાવ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243