સોનગઢનાં શીતલ હોટલનાં પાછળનાં ભાગે ટેકરા ઉપર આવેલ શક્તિ કાનૂની સહાય અને માનવ અધિકારી કેન્દ્રની બિલ્ડીંગનાં પાછળનાં ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં એક તાડપત્રીની છત બનાવેલ ખુલ્લી ઝુપડીમાંથી જુગાર રમતા આઠ જુગારીઓને રૂપિયા ૧.૮૦ લાખનાં વધુનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે બે જુગારીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ તથા તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસોને તારીખ ૧૩/૧૧/૨૦૨૪નાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢનાં શીતલ હોટલનાં પાછળનાં ભાગે ટેકરા ઉપર આવેલ શક્તિ કાનૂની સહાય અને માનવ અધિકારી કેન્દ્રની બિલ્ડીંગનાં પાછળનાં ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં એક તાડપત્રીની છત બનાવેલ ખુલ્લી ઝુપડીમાં કેટલાક ઈસમો આવતા જતા લોકોને પૈસાવત્તી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકડાઓ જુગાર રમી રમાડે છે જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચી વરલી મટકાનાં આંકડાઓ પર જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જયારે બે જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો જેમાં બુક, કાર્બન પેપર, બોલપેન, રોકડ રૂપિયા ૧,૭૩,૨૨૦/- અને ૪ નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૮૦,૭૨૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે એ.એસ.આઈ. જગદીશભાઈ જોરારામ બિશ્નોઈની ફરિયાદનાં આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ નામ : (૧) શુરેશભાઈ ધોન્ડુભાઈ યેવલે (રહે.ધીરજ હોસ્પિટલ પાસે, ટેકરા ફળિયું, સોનગઢ),(૨) સલીમ ફરજાનભાઈ શેખ (રહે.જુગાગામ મુસ્લિમ ફળિયું, સોનગઢ),(૩) સુરેશ ઉદયરામ શર્મા (રહે.ભુરીવેલ કોલોની ઉકાઈ, ભુરીવેલ ગામ, સોનગઢ),(૪) વિનોદ સોનજીભાઈ વસાવા (રહે.સિંગલવાણ ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),(૫) જીતેન્દ્ર માધુભાઈ નેરકર (રહે.ઉકાઈ વર્કશોપ કોલોની, સોનગઢ),(૬) બટુક બંસીલાલ લુહાર (રહે.શ્રી રામ નગર, સોનગઢ),(૭) સુરેશ બંસીલાલ લુહાર (રહે.ગુણસદા ગામ, સોનગઢ),(૮) ઈમ્તીયાઝ ઈબ્રાહીમ શેખ (રહે.જુનાગામ મુસ્લીમ ફળિયું, સોનગઢ),
વોન્ટેડ બે જુગારીઓ નામ : (૧) રાકેશ ઉર્ફે પપ્પુ શંકરભાઈ ગોસ્વામી (રહે.જુનાગામ મુસ્લીમ ફળિયું, સોનગઢ) અને (૨) ભવન ભરવાડ (રહે.ભરવાડ ફળિયું, ઉકાઈ રોડ, સોનગઢ).




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245