ભારતમાં એવા ઘણા બિઝનેસમેન છે કે જેઓ દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ છે. ધંધો વ્યવસાય કરવાની સાથે તેઓ લોકોની આર્થિક મદદ માટે પણ કરોડો રૂપિયા ખર્ચતા રહે છે. કિન્તુ એક ભારતીય છે જે દરરોજ લગભગ માતબર રકમ રૂપિયા 6 કરોડનું દાન કરે છે.એ વીરલો કોણ હશે!?આટલી ઉદારતા!?
ખેર, આ પરોપકારી શ્રેષ્ઠી સખીદાતા શિવ નાદરનું નામ શેઠશ્રી મુકેશ અંબાણી કે ગૌતમ અદાણીની માફક વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં પણ સામેલ નથી, એ સજ્જન – મહાનુભાવ HCL ટેક્નોલોજીના સ્થાપક શિવ નાદર સાહેબ છે કે જેઓ સૌથી પરોપકારી જીવાત્મા કહેવાય છે! અત્રે દાન વિષયક રસપ્રદ..!આપણે ભવિષ્યમાં સારો અવતાર આવે અથવા આવતા જન્મમાં આપણે સારી યોનિમાં જન્મ થાય કે આપણો મોક્ષની પ્રાપ્તિ માટે દાન આપીએ છીએ આત્માનું અમરત્વ પ્રાપ્ત થાય અને અંતિમ સમયે પરમાત્મામાં દેહનો વિલય થાય તે માટે આપણે દાન આપીએ છીએ. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં દાનના દશ પ્રકાર બતાવ્યા છે. સૌ પ્રથમ ગાયનું દાન ઉત્તમ ગણાય છે. ગાય પવિત્ર છે.!સામાન્યત: દાનના અનેક પ્રકારો પાડી શકાય; જેમ કે, જ્ઞાનદાન, વિદ્યાદાન, બ્રહ્મદાન, સદાચારદાન, કીર્તિદાન, ધર્મદાન, અહિંસાદાન, ઉપદેશદાન, ધનદાન, ભૂમિદાન, મંદિરદાન, ગોદાન, આશ્રયદાન, પ્રાણદાન, વિવાહદાન, અભયદાન, અન્નદાન અને આધુનિક યુગમાં દેહદાન, ચક્ષુદાન, રક્તદાન અને વીર્યદાન વગેરે.,!દાન કરવું એ ખૂબ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે.
સનાતન ધર્મમાં સદીઓથી દાન કરવાની પરંપરા છે. આજે પણ લોકો મનની શાંતિ, મનોકામનાઓની પૂર્તિ, પુણ્યની પ્રાપ્તિ, ગ્રહ દોષોના પ્રભાવથી મુક્તિ અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે દાન કરે છે. જેથી પણ દાનનું મહત્વ વધુ વધી જાય છે!અંતે, ધર્મબુદ્ધિથી કે દયાભાવથી પુણ્યાર્થે કોઈ વસ્તુ બ્રાહ્મણ કે ગરીબને મફત આપી દેવી તેનું નામ દાન. કાયદેસર પોતાને મળેલી વસ્તુ બીજાને અર્પણ કરવી તેને પણ દાન કહી શકાય. વસ્તુ પરથી સ્વત્વની નિવૃત્તિપૂર્વક પરસ્વત્વની ઉત્પત્તિ કરવાની ક્રિયાને યાસ્કાચાર્ય દાન કહે છે! ખૂબ ખૂબ જીવો…! શિવ નાદરજી! ૨૧ તોપોની સલામી સહિત લાખ લાખ સલામ…! શ્રીયુત શેઠશ્રી શિવજીને હોજો!સુરા. (અહેવાલ -સુનીલ રાજેન્દ્ર બર્મન(સંત સુરા)




Users Today : 23
Users Last 30 days : 775
Total Users : 11243