વ્યારાનાં તાડકુવા ગામનાં ડુંગરી ફળિયાનાં ૧૬ વર્ષીય સગીર વ્યારા રેલવે સ્ટેશનની નજીક ટ્રેન અડફેટે આવતા તેનું ગંભીર ઈજાને કારને મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં તાડકુવા ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા પૃથ્વી અજયભાઇ રબારી (ઉ.વ.૧૬) શનિવારનાં રોજ વ્યાર રેલવે સ્ટેશન નજીક ડાઉન રેલવે લાઈન પર કોઈક ટ્રેનની અડફેટે આવી ગયો હતો. જયારે ટ્રેનની અડફેટે આવી જતાં પૃથ્વીને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સ્ટેશન માસ્તર શંભુકુમારે રેલવે પોલીસને જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245