ડોલવણનાં પાટી ગામ નજીક ટેમ્પોએ બાઇકને અડફેટે લેતાં ચાલકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં વાઘનેરા ગામે મંદિર ફળિયામાં રહેતા ખેડૂત ભીમાભાઈ ચૌધરીનાં મોટા પુત્ર જયસીંગ (ઉ.વ.38)ની સાસરી વાંસદા તાલુકાનાં ચઢાવ ગામે આવી છે. જયારે ગુરુવારે રાત્રે જયસીંગ ચૌધરી સાસરીમાંથી પોતાની બાઈક નંબર જીજે/૨૬/એસી/૪૧૦૪ પર સવાર થઇ વાઘનેરા ગામે પરત થઈ રહ્યો હતો. તે વખતે ઉનાઈથી વ્યારા આવતા નેશનલ હાઈવે નંબર ૫૬ ઉપર ડોલવણ તાલુકાનાં પાટી ગામની સીમમાં નવાઠી ફળીયા નજીક સામેથી પુરઝડપે આવતા આઇસર ટેમ્પા નંબર એમએચ/૪૮/સીબી/૫૪૩૪નાં ચાલકે ગફલતભરી રીતે ટેમ્પો હંકારી જયસીંગની બાઈકને અડફેટમાં લઈ અકસ્માત કર્યો હતો. જોકે આ અકસ્માતે શરીરે ગંભીર રીતે ઘવાતા જયસીંગ ભીમાભાઈ ચૌધરીનું મોત નિપજ્યું હતું. જોકે અકસ્માત બાદ આઇસર ટેમ્પો મૂકીને ફરાર થયેલ ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 25
Users Last 30 days : 777
Total Users : 11245