ઉચ્છલનાં પટેલ ફળિયાનાં ચાર રસ્તા ખાતે ઉચ્છલ-નિઝર રોડ સ્ટેટ હાઈવે પર કાર અડફેટે આવતા બાઈક સવાર બંને જણા ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં ભીંતબુદ્રક ગામનાં કોટવાળ ફળિયામાં રહેતા આલુભાઈ નુરીયાભાઈ ગામીત (ઉ.વ.૫૦) નાંઓ તેમના મામાના છોકરો આકાશભાઈ આનંદભાઈ ગામીત (ઉ.વ.૩૦., રહે.ભીંતબુદ્રક ગામ, કોટવાળ ફળિયું, ઉચ્છલ)નાંઓ સાથે તેમના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/કયુ/૭૨૮૬ને લઈ તારીખ ૧૨/૧૦/૨૦૨૪નાં રોજ ઉચ્છલનાં પટેલ ફળિયાનાં ચાર રસ્તા ખાતે ઉચ્છલ-નિઝર રોડ સ્ટેટ હાઈવે નંબર ૮૦ પર રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે એક સફેદ કલરની નંબર વગરની કીઆ કારનાં ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને જોરથી ટક્કર મારી દેતાં બાઈક રોડ ઉપર પડી જતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં આલુભાઈ ગામીતને માથાનાં ભાગે તથા ડાબા પગે એડી પાસે તથા શરીરે તેમજ શરીરે મૂઢ ઈજાઓ પહોંચી હતી, જયારે બાઈક ચાલક આકાશભાઈ ગામીતને જમણા કાન પાસે તથા ડાબી આંખ પાસે તથા પગનાં ઘૂંટણથી નીચેના ભાગે ફ્રેકચર તથા ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ અંગે આલુભાઈ ગામીત નાંએ તારીખ ૧૩/૧૦/૨૦૨૪નાં રોજ ઉચ્છલ પોલીસ મથકે કાર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 4
Users Last 30 days : 906
Total Users : 11410