સોનગઢનાં જામકુવા ગામની સીમમાંથી પસાર થતાં સોનગઢ તરફ જતાં રોડ પાસે આવેલ ચર્ચની સામેનાં રોડ ઉપર બાઈક ચાલકે પોતાના કબ્જાની બાઈકને રોડ પર સ્લીપ ખવડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં રામપુરા ગામનાં કાનાદેવી દાદરી ફળિયામાં રહેતો ૨૧ વર્ષીય સિલવન નિમેષભાઈ ગામીત નાઓ ગત તારીખ ૧૨/૧૦/૨૦૨૪નાં રોજ સવારે જામકુવા ગામની સીમમાંથી પસાર થતાં સોનગઢ તરફ જતાં રોડ પાસે આવેલ ચર્ચની સામેનાં રોડ ઉપરથી પોતાના કબ્જાની બજાજ પલ્સર બાઈક નંબર જીજે/૨૬/એડી/૧૪૬૭ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા તેમના કબ્જાની બાઈક રોડ ઉપર સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક સિલવનને માથાનાં પાછળનાં ભાગે ઈજા પહોંચતા તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે મરણ જનાર યુવકનાં પિતા નિમેષભાઈ છગનભાઈ ગામીત નાંએ સોનગઢ પોલીસ મથકે ઘટના અંગેની જાણ કરી હતી.




Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411