Explore

Search

January 1, 2026 12:45 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

વાલોડનાં બુહારી રોડ ઉપર સર્જાયેલ અકસ્માતમાં મોટરસાઈક સવાર બંને ઈજાગ્રસ્ત

વાલોડનાં બુહારી રોડ ઉપર દાદરિયા સડક ફળિયા પાસે બસ સ્ટેશનની આગળ વળાંકમાં રોડ ઉપર એક અજાણ્યા કારે પાછળથી ટક્કર મારતા મોટરસાઈક સવાર બંને જણાને ઈજા પહોંચી હતી.

\બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ડોલવણનાં કલકવા ગામનાં પટેલ ફળિયામાં રહેતા પ્રતિકભાઈ ધીરુભાઈ પટેલ (ઉ.વ.૩૨)નો અને મેહુલસિંહ હર્ષદસિંહ પરમાર (ઉ.વ.૪૦., રહે.ઘાણી, રાજપૂત ફળિયું, ડોલવણ)નાંઓ તારીખ ૧૦/૧૦/૨૦૨૪નાં રોજ મોટરસાઈકલ નંબર જીજે/૧૯/એ/૫૫૪૦ની ઉપર દાદરિયાથી બુહારી તરફ આવતા હતા. તે સમયે દાદરિયા સડક ફળિયા પાસે બસ સ્ટેશનની આગળ વળાંકમાં આવતા હતા તે દરમિયાન એક સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે/૨૧/એએચ/૩૮૪૯નાં ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં પ્રતિકભાઈને ડાબા હાથે અને ડાબા પગે ઈજાઓ પહોંચાડી હતી જયારે તેમની સાથેના મેહુલસિંહને છાતીના ભાગે પાસળીમાં ફેકચર થતાં ગંભીર ઈજાઓ તથા પીઠના ભાગે મણકામાં તેમજ પગે પણ ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પ્રતિકભાઈએ વાલોડ પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક સામે તારીખ ૧૧/૧૦/૨૦૨૪નાં રોજ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 1 4 1 1
Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411