વાલોડનાં બુહારી બોરડી ફળિયામાં રહેતા ભાવનાબેન ભગુભાઈ હળપતિ નાંઓ ગત તારીખ ૨૦/૦૭/૨૦૨૪નાં રોજ બપોરના સમયે ઘરેથી નીકળી અંધાત્રી તરફ રોડની બાજુમાં બ્રીજ પહેલા તરફ બુહારી પાપડ કેન્દ્ર ખાતે લોટ લેવા ગયા હતા અને પાપડનો લોટ લઈ પગપાળા પરત ઘરે જઈ રહ્યા હતા.
તે સમયે તેમો મોબાઈલ VIVO મોડલ Y200 જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- જે ગોલ્ડ કલરનો મોબાઈલ થેલીમાંથી કોઈ અજાણ્યા ઈસમે કાઢી ચોરી કરી ગયો હોય જે અંગેની ફરિયાદ ભાવનાબેન હળપતિનાંએ તારીખ ૧૦/૧૦/૨૦૨૪નાં રોજ વાલોડ પોલીસ મથકે નોંધાવતા પોલીસે મોબાઈલ ચોરી અંગેની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411