
વ્યારામાં આજરોજ વિજયા દશમી પર્વ નિમિત્તે શ્રી રામજીની શોભાયાત્રા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તાપી જિલ્લા ઉત્તર ભારતીય સમાજ સંઘ દ્વારા આજે દશેરાના દિવસે વ્યારામાં શ્રી રામજીની શોભાયાત્રા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, શ્રી રામજીની શોભાયાત્રા બપોરે ૩ કલાકે વ્યારા રેલ્વે સ્ટેશન, જકાતનાકા થી સયાજી ગ્રાઉન્ડ,સરદાર ચોકથી મેઈન રોડ,પારસી થી થઇ હાઇવે રોડ હરિ હરેશ્વર મંદિરની પાછળ રાવણ દહન સ્થળે પહોંચી સાંજે ૭ કલાકે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોહનભાઈ કોક્ણી (ધારસભ્ય-વ્યારા),રીતેષભાઈ ઉપધ્યાય ( પ્રમુખ વ્યારા નગરપાલિકા),અતિથિવિશેષ તરીકે મયંકભાઈ જોશી (પ્રમુખશ્રી તાપી જિલ્લા ભાજપા), માધુભાઈ કથીરીયા ( પ્રભારી તાપી જિલ્લા ભાજપા), રાજુભાઈ રાણા ( પ્રમુખ વ્યારા નગર ભાજપા) તેમજ હિતેન્દ્રભાઈ ઉપાધ્યાય (કાળુભાઈ કારપેટ),વિનોદભાઈ મિશ્રા,પીન્ટુભાઈ દુબે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.




Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411