Explore

Search

January 1, 2026 12:28 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

Navratri 2024 : નવરાત્રીના ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની કરવામાં આવે છે પૂજા : મા કુષ્માંડાની પૂજાથી શું મળશે ફળ?

આજે શારદીય નોરતાના ચોથા દિવસ છે અને ચોથા નોરતે મા દુર્ગાના ચોથા સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. માતા કુષ્માંડાના મંદ સ્મિતથી જ આ સંસારે શ્વાસ લેવાની શરૂઆત કરી, એટલે કે તેમનાથી જ આ સૃષ્ટિનું સર્જન થયું. જ્યારે બ્રહ્માંડમાં ચારે બાજુ અંધકાર ફેલાયો હતો. ત્યારે દેવી કુષ્માંડાએ પોતાના મંદ સ્મિતથી અંધકારનો નાશ કર્યો અને બ્રહ્માંડમાં પ્રકાશ પાથર્યો. એવું માનવામાં આવે છે કે માતા કુષ્માંડાનો વાસ બ્રહ્માંડની મધ્યમાં છે અને તે સમગ્ર બ્રહ્માંડનું રક્ષણ કરે છે. આવો જાણીએ નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડાની પૂજા કેવી રીતે કરવી.

મા કુષ્માંડાની પૂજાથી શું મળશે ફળ? જે વ્યક્તિ સાચા મનથી માતા કુષ્માંડાની પૂજા કરે છે તેના તમામ રોગો અને દોષોનો નાશ થાય છે. તેમજ મા કુષ્માંડાની પૂજા કરવાથી વ્યક્તિને કીર્તિ, બળ અને ધનની પ્રાપ્તિ થાય છે. તેમજ જીવનમાંથી સર્વે અંધકાર દૂર થાય છે. જો વિદ્યાર્થીઓ કુષ્માંડા દેવીની પૂજા કરે તો તેના બુદ્ધિ વિવેક વધે છે. તેની સાથે જ વ્યક્તિની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

માતા કુષ્માંડાનું સ્વરૂપ: માતા કુષ્માંડાને અષ્ટભુજા દેવી કહેવામાં આવે છે. તેને આઠ હાથ છે. મા કુષ્માંડાના હાથમાં ધનુષ્ય, બાણ, કમળનું પુષ્પ, ચક્ર, ગદા, કમંડલ, જપ માળા અને અમૃતથી ભરેલ કળશ છે. માતા કુષ્માંડા સિંહ પર સવારી કરે છે. માતા કુષ્માંડાની પૂજામાં લીલા રંગનો સૌથી વધુ ઉપયોગ કરવો જોઈએ. માતા કુષ્માંડાને લીલો અને વાદળી રંગ ખૂબ જ પ્રિય છે.

માતા કુષ્માંડાને કયો ભોગ અર્પણ કરશો? : પેઠા કે જેને કુમ્હરા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દેવી કુષ્માંડાને વધુ પ્રિય છે. આ સિવાય માતા કુષ્માંડાને દહીં અને હલવો પણ અર્પણ કરી શકાય છે.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Market Mystique
Our Visitor
0 1 1 4 1 1
Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411