Explore

Search

January 1, 2026 12:28 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

ઉચ્છલનાં પાંખરી ગામેથી લાખો રૂપિયાનાં યુરિયા ખાતર સાથે ચાલક અને ક્લીનર ઝડપાયા

ઉચ્છલનાં પાંખરી ગામની સીમમાંથી ટ્રક ભરેલ શંકાસ્પદ યુરીયા ખાતરને તાપી એલ.સી.બી.એ ઝડપી પાડયું હતું. જોકે ખેડુતોનાં ખેતી માટેનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે થઈ જવાનું હોવાનું જણાતા રૂપિયા ૩.૯૦ લાખનો ખાતરનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મિજબ, ઉચ્છલ તરફથી એક ટાટા ટ્રક બોડીના ઉપર તાડપત્રી બાંધેલ હાલતમાં પસાર થતી હતી જે   શંકાસ્પદ ટ્રકને તાપી એલ.સી.બી. પોલીસે અટકાવી તપાસ કરતા જે ટ્રક નંબર એમપી/૦૯/એચએચ/૧૧૦૦માં તપાસ કરતા જેમાંથી યુરિયા ખાતરનો જથ્થો જોવા મળ્યો હતો. જયારે ટ્રક ચાલક ઈદરીશ નજાકત અલીમકરાણી (રહે.મોટી રાજમોહી, તા.અક્કલકુવા, જી.નંદુરબાર, મહારાષ્ટ્ર) અને ક્લીનરને પુછપરછ કરતા શંકાસ્પદ જથ્થો હોવાનું પ્રાથમિક તબકકે જણાયું હતું. ખેત વપરાશ અંગેનું સબસીડી વાળું નીમ કોટેક યુરીયા ખાતરની બેગ નંગ ૪૦૦ કુલ ૧૮૦૦૦ કિલો જેની કિંમત રૂપિયા ૩,૬૦,૦૦૦/-નાં જગ્યા સાથે ચાલકની અટક કરી જે અંગે ઉચ્છલ ખેતીવાડી અધિકારીને જાણ કરી હતી.

ત્યારબાદ ખાતરના સેમ્પલ લઈ ચકાસણી માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા હતા. જે સેમ્પલ ચકાસણી થઈને આવતા જેના રીપોર્ટમાં યુરીયા ખાતર નીમ કોટેડ યુરિયા હોવાનું પ્રસ્થાપિત થયેલ હોય, જે ખાતર માત્ર સરકાર દ્વારા સબસીડી પર ખેડૂતોને ખેતી માટે આપવામાં આવે છે. જેનો ઈન્ડસ્ટ્રીયલ ઉપયોગ કરી શકાતો નથી. ગેરકાયદેસર ખેતીના યુરિયા ખાતરનું વહન કરનાર આરોપી મહમદ ઈદરીશ નજાકત અલી, અબ્દુલ સહેમાન રમઝાન મકરાણીની અટક કરી હતી, જયારે યુરીયા ખાતર ભરાવનાર મુદ્દસર તૈવી (રહે.શહાદા) અને ખાતર મંગાવનાર ચિરાગભાઈ પટેલ (રહે.ચીખલી)નાંઓની તપાસ હાથ ધરી હતી. આમ, એલ.સી.બી. પોલીસે રૂપિયા ૩.૨૦ લાખનાં ખાતર અને ટ્રક જેની કિંમત રૂપિયા ૭ લાખ મળી કુલ રૂપિયા ૧૦.૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
Buzz4ai
Our Visitor
0 1 1 4 1 1
Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411