સોનગઢનાં ભુરીવેલ ખાતે ભરાતા ગુરૂવારી હાટ બજારમાં શાકભાજી ખરીદી કરવા આવેલ મહિલાનું મંગળસૂત્ર ચોરી થયાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ઉકાઈનાં સ્વામીનારાયણ મંદિર પાસેમાં રહેતા જાગૃતિબેન યોગેશભાઈ બ્રમ્હભટ્ટની ઘરકામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે જાગૃતિબેન બ્રમ્હભટ્ટ નાંઓ ગત તારીખ ૨૬/૦૯/૨૦૨૪નાં રોજ ભુરીવેલ ખાતે ભરાતા ગુરૂવારી હાટ બજારમાં શાકભાજી ખરીદી કરવા માટે ગયા હતા. તે દરમ્યાન તેમને ગાળામાં પહેરેલ સોનાનું મંગળસૂત્ર જે આશરે પોણા બે તોલાનું જેની કિંમત રૂપિયા ૨૫,૩૭૫/-નું કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે જાગૃતિબેન બ્રમ્હભટ્ટએ તારીખ ૨૭/૦૯/૨૦૨૪નાં રોજ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411