ઉચ્છલનાં સાકરદા ગામની સીમમાંથી પસાર થતાં બેડકીનાકા પોઇન્ટ ઉપરથી દારૂનાં જથ્થા સાથે બાઈક ચાલકને ઝડપી પડ્યો હતો.
મળતી માહિતી મુજબ,ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૮/૦૯/૨૦૨૪નાં રોજ બપોરના સમયે બેડકી નાકા પોઇન્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન નવાપુર હાઇવે રોડ ઉપરથી એક બાઈક ચાલક પોતાની પાછળ એક બેગ લગાવીને આવતો હતો જેને પોલીસે લાકડીનો ઈશારો કરી સાઈડમાં ઉભો રાખ્યો હતો ત્યારબાદ પોલીસને નીચે ઉતારી ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ,અલ્પેશ રમણભાઈ વસાવા (રહે,જૂની શેરડીપાડા ગામ,સાતકશી,ટેકરા ફળિયું,સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે યુવક પાસેનાં બેગમાં તપાસ કરતા તેમાંથી દેશી દારૂ સોફ્ટની બોટલ મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ યુવક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411