સોનગઢનાં ગાળકુવા ગામની સીમમાં ડમ્પર સાથે પીકઅપ ટેમ્પો અથડાતા સર્જાયેલ આ અકસ્માતમાં એકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું, જયારે એકને ઈજા પહોંચી હતી.
બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં કાનપુર વિસ્તારનાં નવી વસાહતની નવી પોલીસ લાઈન પાછળ રહેતા કિરણભાઈ કિશોરભાઈ રાણા ગત તારીખ ૨૫/૦૯/૨૦૨૪નાં રોજ પીકઅપ ટેમ્પો નંબર જીજે/૧૯/ટી/૫૯૩૨ને લઈને તેઓની P.V.S.ની કોકા કોલા કંપનીની પ્રોડક્ટ બંધારપાડા ગામ વિસ્તારના ગ્રાહકોને આપવા ગયા હતા, તેમજ ત્યાંથી પરત વ્યારા આવતી સમયે ગાળકુવા ગામની સીમમાંથી પસાર થતાં હતા તે સમયે ડમ્પર નંબર જીજે/૧૯/એક્સ/૨૦૫૫નાં ચાલકે રોડની વચ્ચે પોતાનું ડમ્પર રોડ ઉપર આવતા જતા વાહન ચાલકોને અડચણરૂપ રીતે રાહદારીને જાનને જોખમરૂપ થાય તે રીતે ઉભું રાખ્યું હતું. તે સમયે અચાનક ડમ્પર આવી જતાં કિરણભાઈએ પીકઅપ ટેમ્પો ડમ્પરને અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં પીકઅપ ટેમ્પોનાં ચાલકને ડાબા પગે તેમજ મોઢામાં જબડા તથા ડાબી આંખના ભાગે ઈજા પહોંચી હતી. તેમજ કિરણભાઈની બાજુમાં બેસેલ અંકિતભાઈ રમેશભાઈ ગામીતનાંને મોઢા ઉપર નાકનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચાત મોત નિપજ્યું હતું. બનાવ અંગે કિરણભાઈ રાણાએ સોનગઢ પોલીસ મથકે અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411