વ્યારાનાં કાટીસકુવાનજીક ગામની સીમમાં ખેરવાડા રોડ ઉપર બાઈક ચાલકે પોતાના કબ્જાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડના કિનારે આવેલ ઝાડ સાથે અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું અને એકને ઈજા પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં લોટરવા ગામનાં સામરી ફળિયામાં રહેતા મહેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી નાંઓ ગત તારીખ ૨૫/૦૯/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/એએ/૯૧૨૭ પર તેમનો મિત્ર પ્રિયંકભાઈ જીગ્નેશભાઈ ચૌધરીને બાઈક પાછળ બેસાડી કાટીસકુવાનજીક ગામની સીમમાં ખેરવાડા રોડ ઉપરથી પસાર થતાં હતા તે સમયે બાઈક ચાલક મહેશભાઈ પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડના કિનારે આવેલ ઝાડ સાથે અથડાવી દેતાં અકસ્માત સર્જાયો હતો.જોકે આ અકસ્માતમાં બાઈક પાછળ બેસેલ પ્રિયંકભાઈને મોઢાના તથા કપાળનાં ભાગે ગંભીર તથા શરીરે નાની-મોટી ઈજા પહોંચી હતી તેમજ બાઈક ચાલક મહેશભાઈને કપાળનાં ભાગે તેમજ ડાબી આંખનાં ઉપરનાં ભાગે તથા માથાનાં ભાગે ગંભીર ઈજા તથા શરીરે નાની-મોટી ઈજા પહોંચતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મરણ જનારનાં પત્ની હીનાબેન મહેશભાઈ ચૌધરી નાંએ અકસ્માત અંગે કાકરાપાર પોલીસ મથકે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 7
Users Last 30 days : 909
Total Users : 11413