સોનગઢનાં જુનાઈ ગામનાં નિશાળ ફળિયામાં રહેતા રમેશભાઈ સીંગાભાઈ વસાવા (ઉ.વ.૪૭)નાંઓ ગત તારીખ ૨૧/૦૯/૨૦૨૪નાં રોજ પોતાના ખેતરમાં ટ્રેક્ટરથી ખેડ કરતા હતા તે સમયે ગામમાં જ રહેતા રમેશભાઈ નવાભાઈ વસાવાનો રમેશભાઈ સીંગાભાઈ વસાવા પાસે આવી કહેવા લાગ્યો હતો કે, ‘આ જમીન મારા હિસ્સામાં આવે છે તો તું શા માટે આ જમીનમાં ખેડાણ કરે છે’ તેમ જણાવીને પોતાના ખેતરમાંથી નીકળી જવા કહ્યું હતું.
જેથી રમેશભાઈ સીંગાભાઈ વસાવાએ જણાવેલ કે, આ જમીન હું છેલ્લા વીસ-બાવીશ વર્ષથી કરું છું જેથી આ જમીનમાં મારો પૂરો હક્ક છે અને આ જમીન હું જ કરીશ તેમ જણાવતા રમેશભાઈ નવાભાઈ વસાવા એકદમ ઉશ્કેરાઈ જઈ અને જેમ ફાવે તેમ નાલાયક ગાળો બોલી ત્યાંથી પોતાના ઘરે જતો રહેલો અને થોડીવારમાં પાછો પોતાના હાથમાં કોયતો લઈને રમેશભાઈ સીંગાભાઈ વસાવાનાં ખેતરમાં આવી નાલાયક ગાળો આપી અને આજે તો તને છોડવો નથી તેમ કહી ઝપાઝપી કરી તેના હાથમાં રહેલ કોયતાના હાથા વડે રમેશભાઈ સીંગાભાઈ વસાવાનાં માથામાં ઉપર છાપરી બે ત્રણ વખત મારી માથાનાં પાછળનાં ભાગે મુંઢ ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રમેશભાઈ સીંગાભાઈ વસાવા નાંએ સોનગઢ પોલીસ મથકે રમેશભાઈ નવાભાઈ વસાવા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 6
Users Last 30 days : 908
Total Users : 11412