સોનગઢનાં સોનારપાડા ગામની સીમમાંથી પસાર થતાં સુરત-ધુલિયા નેશનલ હાઈવે પરનાં વિમલ ડામર પ્લાન્ટની સામે આવેલ યુ-ટર્ન કટમાં ટ્રક અડફેટે આવતા વડકુઈ ગામનાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઈજાને કારણે સ્થળ ઉપર મોત નિપજયું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં વડકુઈ ગામનાં ડુંગરી ફળિયામાં રહેતો શ્રાહીલકુમાર ગીરીશભાઈ ગામીત (ઉ.વ.૩૦) તારીખ ૧૪/૦૯/૨૦૨૪નાં રોજ પોતાના કબ્જાની યુનિકોર્ન બાઈક નંબર જીજે/૨૬/એએફ/૮૫૦૮ને લઈ કામ અર્થે સોનગઢ જવા માટે નીકળ્યા હતા. તે સમયે સોનારપાડા ગામની સીમમાંથી પસાર થતાં સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર-૫૩ ઉપર વિમલ ડામર પ્લાન્ટની સામે આવેલ યુ-ટર્ન કટમાં હાઈવા ટ્રક નંબર જીજે/૧૫/એટી/૯૭૯૭નાં ચાલકે પોતાના કબ્જાનું ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અચાનકવાળી દેતાં સામેથી આવતા શ્રાહીલકુમારની બાઈકને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં શ્રાહીલકુમારને મોઢાના ભાગે નાક ઉપર તેમજ બંને આંખ ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડી તેમજ જમણા પગમાં ઢીંચણની નીચે નળાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થતાં સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. જયારે આ અકસ્માત સર્જી હાઈવા ટ્રક ચાલક પોતાનું વાહન લઈ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે ગીરીશભાઈ ગામીતએ તારીખ ૧૫/૦૯/૨૦૨૪નાં રોક હાઈવા ટ્રક ચાલક સામે સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.




Users Today : 7
Users Last 30 days : 909
Total Users : 11413