નિઝર તાલુકાનાં તાપીખડકા ગામનાં ઓફીસ ફળીયામાં રહેતા રેવાજીભાઈ ગોડીયાભાઈ વળવી પોતાના કબ્જાની એકટીવા મોપેડ બાઈક નંબર જીજે/૦૫/એચઆર/૫૦૧૪ને લઈ ગત તારીખ ૦૮/૦૯/૨૦૨૪નાં રોજ રૂમકીતલાવ ગામની સીમમાં આવેલ HP યુગ પેટ્રોલ પંપની સામે ઉચ્છલ નિઝર રોડ ઉપરથી પસાર થતાં હતા.
તે સમયે રામુભાઈ ઉશિરામભાઈ નીકવાડે (રહે.રૂમકીતલાવ ગામ, નિઝર)પોતાના કબ્જાની બાઈક નંબર જીજે/૨૬/ડી/૩૯૬૨ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રેવાજીભાઈની એકટીવા મોપેડ બાઈકને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અને આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ રેવાજીભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે રાજભાઈ વળવીએ તારીખ ૧૪/૦૯/૨૦૨૪નાં રોજ નિઝર પોલીસ મથકે બાઈક ચાલક રામુભાઈ નિકવાડે સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Latest News




Users Today : 7
Users Last 30 days : 909
Total Users : 11413