તાપી જિલ્લાનાં કુકરમુંડા તાલુકાનાં ઝાપાઆમલી ગામના પટેલ ફળિયામાંથી વગર પાસ પરમિટે ખુલ્લી જગ્યામા ગંજીપાનાનો હારજીતનો જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૬/૦૮/૨૦૨૪ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કુકરમુંડાના ઝાપાઆમલી પટેલ ફળિયામાં રહેતા દિલીપભાઈ પારાજ્યાભાઈ પાડવી નાઓના ઘરની પાસે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પૈસા વડે ગંજી પાનાનો હારજીતનો જુગાર રમી રમાડી રહેલ છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા ત્યાં ગોળ કુંડાળું કરી પૈસા વડે દાવ ઉપર હાર જીતનો જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો અને રોકડ રૂપિયા ૩,૪૬૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી મેહુલભાઈ અરવિંદભાઈની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જુગાર રમતા ૬ જુગારીઓ ઝડપાયા…
૧.દિલીપ પારાજ્યાભાઈ પાડવી (રહે.ઝાપાઆમલી ગામ, કુકરમુંડા),
૨.કાથુ રહેમાભાઈ વસાવે (રહે.ઈંટવાઈ ગામ, કુકરમુંડા),
૩.અબ્દુલ કાલુ મકરાણી (રહે.સોરાપાડા ગામ, અક્કલકુવા, જિ.નંદુરબાર),
૪.ગીરધન વિજેસિંગભાઈ પાડવી (રહે.ઉમરકુવા ગામ, અક્કલકુવા, જિ.નંદુરબાર),
૫.ભિલજી જાતર્યાભાઈ પાડવી (રહે.નેનસેવડી ગામ, અક્કલકુવા, જિ.નંદુરબાર) અને
૬.વિશાલ ગિરજીયાભાઈ નાઈક (રહે.ઝાપાઆમલી, કુકરમુંડા).




Users Today : 1
Users Last 30 days : 1156
Total Users : 13113