નિઝરના વાંકા ચાર રસ્તા પાસે જાહેરમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે મુંબઈ શ્રીદેવી બજારથી નીકળતા વરલી મટકાના આંકો ઉપર જુગાર રમાડતા એકને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૩/૦૮/૨૦૨૩ના રોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહી તથા જુગાર અંગેની રેઈડમાં નીકળ્યા હતા તે દરમિયાન ખાનગી ફરતા ફરતા વાંકા ચાર રસ્તા પાસે જાહેરમાં કેટલાક ઈસમો કઈક આપ લે કરતા જેથી જ્ય્ગાર રમતા હોવાની શંકા જતાં પોલીસે તરત સ્થળ ઉપર જઈ રેઈડ કરતા ત્યાંથી કેટલાક ઈસમો ભાગી છૂટ્યા હતા. જોકે ત્યાં સ્થળ ઉપર બેસેલ એક ઈસમ ઝડપાઈ જતાં પોલીસે તેનું નામપૂછતા તેણે પોતાનું નામ, સાહેબરાવ આશારામ કોળી (રહે.અર્તુલી ગામ, પાટિલ ફળિયું, નિઝર)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે જુગાર રમાડતા આ ઈસમ પાસેથી જુગાર રમવાના સાધનો અને જુદા જુદા દરની ચલણી નોટોનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




Users Today : 2
Users Last 30 days : 906
Total Users : 11416