Explore

Search

February 11, 2026 10:01 AM

News related call or WhatsApp: 9157951000

News related call or WhatsApp: 9157951000

IAS Coaching

ચીનમાં આવશે કોરોનાની સુનામી, દરરોજ 9,000 લોકોના મોત થવાની સંભાવના, એક્સપર્ટે કર્યો દાવો

ચીનમાં કોરોનાની શું સ્થિતિ છે તેના પર સમગ્ર દેશની નજર છે. ચીનની સરકાર સાચા આંકડા જાહેર કરી રહી નથી. આ કારણે WHOએ પણ ઠપકો આપ્યો અને કહ્યું કે તેમણે સાચો રિપોર્ટ જારી કરવાની અપીલ કરી છે. હવે, તેના સત્તાવાર અખબાર શિન્હુઆને ટાંકીને, ચીનના આરોગ્ય મંત્રાલયે ભારપૂર્વક કહ્યું છે કે કોવિડ -19 વિશે તેઓએ જે પણ ડેટા અને માહિતી આપી છે તે પારદર્શક છે.

યુકે સ્થિત હેલ્થ ડેટા ફર્મ એરફિનિટીએ જણાવ્યું હતું કે ચીનમાં લગભગ 9,000 લોકો સંભવત દરરોજ COVID-19થી મૃત્યુ પામે છે. પરંતુ ચીનના રિપોર્ટમાં તેનો ક્યાંય ઉલ્લેખ નથી. ચીનના આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મૃતદેહો એવી રીતે પડી રહ્યા છે કે જાણે ત્યાં કોઈ કચરો પડ્યો હોય. નેશનલ હેલ્થ કમિશન હેઠળના મેડિકલ એડમિનિસ્ટ્રેશન બ્યુરોના વડા Xiao Yahuiએ કહ્યું કે ચીન હંમેશાંથી કોરોનાના સાચા આંકડા રજૂ કરે છે.

આ પણ વાંચોઃ 
‘શ્રી સમ્મેદ શિખરજી’ને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા સામે જૈન સમુદાયનો આક્રોશ: મુંબઈ સહિત દેશભરમાં લોકો રસ્તા પર ઉતર્યા

મૃત્યુઆંક છુપાવવા માટે ચીને તેની નીતિ બદલી દીધી છે. અહીં માત્ર કોરોનાને કારણે થયેલા મૃત્યુની ગણતરી કરવામાં આવે છે જ્યારે જો કોરોનાને કારણે અન્ય કોઈ કારણસર મૃત્યુ થયું હોય તો તેને કોરોનામાં ગણવામાં આવતું નથી. જ્યારે અન્ય દેશોમાં એવું નથી. જો દર્દી કોરોનામાંથી સાજા થયાના 28 દિવસ પછી પણ મૃત્યુ પામે છે, તો તેને કોરોના ડેથ માનવામાં આવે છે.

News18ગુજરાતી


News18ગુજરાતી

દુનિયા ફરી એકવાર કોરોનાથી ગભરાઈ ગઈ છે કારણ કે ચીનમાં ફરીથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારત સહિત ઘણા દેશોએ ચીનથી આવતા મુસાફરો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો ઘરની બહાર નીકળતા ડરે છે. બીમાર લોકોને પણ દવા લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. તે જ સમયે, હોસ્પિટલો ખીચોખીચ ભરેલી છે અને સ્મનાઘાટમાં લાશોના ઢગલા છે. કંઈક આવી જ સ્થિતિ જાપાનમાં પણ છે, જ્યાં દરરોજ 300થી વધુ મોત થઈ રહ્યા છે. આ સિવાય અમેરિકામાં સ્થિતિ ગંભીર છે. ગઈકાલે 1401 દર્દીઓના વાયરસને કારણે મોત થયા હતા.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Tapi Update
Author: Tapi Update

Leave a Comment

Advertisement
7k Network
AI Tools Indexer
Our Visitor
0 1 3 0 8 4
Users Today : 5
Users Last 30 days : 1160
Total Users : 13084